હિમાચલ પ્રદેશ:60 મીટર ઊંડી ખીણમાં પડેલા બળદને બચાવવા 7 દિવસ સુધી દિલધડક રેસ્ક્યૂ કરાયું, વીડિયો વાઇરલ

હિમાચલ પ્રદેશના કુલુમાં ખીણમાં પડી ગયેલા બળદનું દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું. મણિકર્ણના કસોલમાં આવેલા જય નાળામાં એક અઠવાડિયા પહેલાં બળદ 60 મીટર ઊંડી ખીણમાં પડીને ધોધમાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગયો હતો. બળદ ફસાઈ ગયો હોવાની જાણ રેસ્ક્યૂ ટીમને જાણ કરાઈ હતી. આ પછી બળદને બચાવવા માટે ઉપરથી ઘાસ નાખતા હતા અને સતત બળદ સુધી પહોંચવાનો પ્રયત્ન પણ ટીમ દ્વારા ચાલુ હતો. 7 દિવસની મહેનતે દોરડાથી બળદનું દિલધડક રેસ્ક્યૂ કરાયું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. મહત્ત્વનું છે કે દરેક પ્રાણીનો જીવ કેટલો મહત્ત્વનો છે એ આ ઘટના પરથી સમજી શકાય છે.