હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છેSource: ગુજરાત સમાચાર

હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છેSource: ગુજરાત સમાચાર

હાથાજોડી એ ઔષધ નથી પણ ગરોળીનું પેનિસ છેSource: ગુજરાત સમાચાર

Source: ગુજરાત સમાચાર
સંવેદના – મેનકા ગાંધી
હાથાજોડીને લકી ગણવામાં આવે છે, તે ઔષધ તરીકે વેચીને મોનીટર લિઝાર્ડનો સફાયો કરાય છે…

હાથાજોડી એ પેનીસનું હાડકું  છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય અને લુપ્ત થતા જીવોમાં આવે છેઃ ઓન લાઇન વેચનારા સામે તવાઇ

શિકાર કરીને નીચે પાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધારદાર ચપ્પુથી તેનું પેનીસ કાપી લેવામાં આવે છે. તે લોહીમાં પડયું રહે છે અને કેટલાક દિવસમાં મોતને ભેટે છે

હું જ્યાં બેવર્ષ ભણી તે સિંધિયા સ્કુલને અડીને એક ગાઢ જંગલ હતું.  મારી આખી સ્કુલ લાઇફમાં મારા સૌથી ઓછા માર્ક આ સિંધિયા સ્કુલમાં આવ્યા હતા. તેનું કારણ એ હતું કે મને કોઇએ એમ કહ્યું હતું કે હોમ વર્ક કરવાના બદલે તું જંગલમાં આવેલા એક  નાના મંદિર ફરતે ૧૦૧ પ્રદક્ષિણા કરીશ તો પણ સારું પરિણામ આવશે.

મેં આવી પ્રદક્ષિણા કરી હતી તે માટે હું રોજ સાંજે બે કલાક માટે મંદિર જતી હતી. સામાન્ય રીતે મારા ૮૦ ટકા આવતા હતા પરંતુ સિંધિયા સ્કુલમાં મારા ૫૦ ટકા આવ્યા હતા. મારા પેરન્ટસને જ્યારે પ્રદક્ષિણા વાળી વાતની ખબર પડી ત્યારે મારા ગાંડપણ માટે મને ખખડાવી હતી.

માનવજાતની પ્રાણીઓ પ્રત્યેની વિકૃતિ રોજ નજરે પડે છે. અનેક નવા પ્રકારની વિકૃતિ માનવજાત આચરતી હોય છે. જેમકે મારે ત્યાં પીપલ્સ ફોર એનિમલમાં ઇન્ટર્ન તરીકે કામ કરતી એક છોકરીએ મારું ધ્યાન દોર્યું હતું કે મધ્ય પ્રદેશના જંગલોમાં મળતી હાથાજોડી નામની અપ્રાપ્ય ઔષધ ફ્લીપકાર્ટ અને ઓએલએક્સ પર છૂટથી મળે છે. વિવિધ બ્લોગ અને સાઇટ પર તે ધાર્મિક વિધિ તેમજ તાંત્રિક પૂજા માટે વપરાતું હોવાનો ઉલ્લેખ છે.

જ્યારે મારી ઇન્ટર્ને સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે હાથાજોડી એ કોઇ મૂળીયું કે ઓષધ નથી પણ  મોનીટર લિઝાર્ડ (લાંબી ગરોળી) નું પેનિસ (લિંગ) હોય છે. અમે ફ્લીપકાર્ટનો સમ્પર્ક કર્યો હતો અને હકીકતની જાણ કરી હતી. તેણે માફી માંગીને તેના સાઇટ પરથી હાથાજોડીનું વેચાણ બંધ કર્યું હતું અને તે ખરીદનાર તેમજ વેચનારાઓને ચેતવણી આપી હતી.

શક્ય છે કે ફ્લિપકાર્ટે ને પ્રોડ્ક્ટનો ખ્યાલ નહીં હોય. પરંતુ તંત્રવેદા, સ્પીકીંગ ટ્રી, એસ્ટ્રોવિધિ, કામીયા સિંદુર જેવી અનેક વેબસાઇટો ચમત્કારની આશા રાખતા મુરધાઓને સપડાવે છે અને તેમને હાથાજોડી જેવી ચીજો વેચે છે. આવી સાઇટો હાથાજોડીનો ફોટો બતાવે છે અને તેની નીચે તે રાખવાથી થતા ચમત્કાર બતાવ્યા હોય છે.

તે ખરીદવા માટે ફોન નંબર અપાય છે, કોઇ સરનામું નથી અપાતું જેથી તેમને કોઇ શોધી ના શકે. આ લોકો અન્ય વાઇલ્ડ લાઇફની વસ્તુઓ વેચતા હોય છે. આ લોકો એમ કહે છે કે તમે જે કહેશો તે અમે જંગલમાંથી લાવી આપીશું. પોતાની સાઇટ પર તે લખતા હોય છે કે અમે હાથાજોડી નથી વેચતા.

અહીં એક વાત સ્પષ્ટ છે કે હાથાજોડી એ ઔષધ નથી. કોઇ પણ સાઇટ તમને આ અંગે સ્પષ્ટ વાત નહીં કહે. તે આદિવાસીઓ પાસેથી વેચાતી લેવાય છે. કેટલીક સાઇટ એમ કહે છે કે હાથાજોડી એ એક પ્રકારના ફૂલ છે તો કોઇ તેને મૂળીયા કહે છે. એક સાઇટે એમ લખ્યું છે કે હાથા જોડી એ ચોક્ક્સ પ્રકારના ઝાડ પર ઉગતી ગાંઠ છે. એક સાઇટે એવું લખ્યું છે કે મેરીટાનીયા એન્યુઆ પ્રકારના ફૂલના બીયા પ્રાણીઓના પગ પર ચોંટી જાય છે. બંગાળીમાં તેને બેગાહંકી કહે છે. અંગ્રેજીમાં તેને ડેવીલ્સ ક્લો (જડબું) કહે છે. હિન્દીમાં તે ઉલટા કાંટા તરીકે ઓળખાય છે.

સાચી વાત એ છે કે હાથાજોડી એ પેનીસનું હાડકું  છે. તે લાંબી મોનીટર પ્રકારની ગરોળીનું લીંગ હોય છે. આ પ્રાણી અપ્રાપ્ય અને લુપ્ત થતા જીવોમાં આવે છે. આ વેચનારા પણ આ લુપ્ત થતી જાતિ વિશે જાણે છે પણ તેની લાંબી વિગતો આપીને નાના અક્ષરે છેલ્લે એમ લખે છે કે  અમે આ વેચતા નથી. સાથે સાથે તે ફોન નંબર પણ આપે છે. આમ તે ધંધો કરે છે.

હવે એ જોઇએ કે મોનીટર ગરોળીનું પેનીસ(લિંગ)નો ઉપયોગ કેવો થાય છે? તેના ટુકડાનો એક ભાગ રેાજ ખાવામાં આવે કે તેને ઘરમાં રાખવામાં આવે તો તમે તમારા દુશ્મનને હરાવી શકેા છો, કોર્ટના કેસો જીતી શકે છો, ભૂતોનો સામનો કરી શકો છો, પૈસાદાર બની શકો છો તેમજ આકર્ષક બની શકો છો.

અહીં કહેવાની પણ જરુર છે કે કૌભાંડીઓ એમ કહે છે કે આ ચીજને વધુ અસરકારક બનાવવા તાંંત્રિક પૂજા કરાવવી પડશે, તે માટેનો પૂંજારી પણ તે રાખી આપે છે અને હવન માટે બીજી ઔષધિઓ પણ મંગાવે છે.

કેટલાક આ લિંગને તેલમાં રાખે છે કેમકે તે સુકાઇ ના જાય અને તાજું લાગે. તેને લાલ કપડામાં વીંટાળીને સિંદુરમાં ડૂબાડાય છે. કેટલાક કહે છે તેને તુલસીના પાંદડામાં રાખવા જોઇએ. તો કેટલાક એમ કહે છે કે તેને ચાંદીની પેટીમાં રાખવું જોઇએ. કેટલીક સાઇટ લખેે છે કે તમારે તે ખાઇ જવાનું અને પછી બીજું મંગાવવાનું. એક સાઇટ પર લખ્યું છે કે તમારે એક રુમમાં બેસીને હાથમાં તે હાડકું રાખીને જ્યાં સુધી કોઇ સારી ઘટના ના બને ત્યાં સુધી ઓમ કિલ કિલ સ્વાહા અને ઓમ ઐમ હ્રીમ ક્લીમ મંત્રનું રટણ કરવું જોઇએ.

મને એ ખબર નથી પડતી કે આમ કરવાથી તમે કેવીરીતે પૈસાદાર થઇ શકો? હા,કદાચ આકાશી ગ્રહો તમને સસ્તા દરે મદદ કરી શકે છે. અન્ય સાઇટો પણ આવું અગડમ-બગડમ સમજાવતી હોય છે. કેટલાક કહે છે કે તમારે તેને ગંગા જળથી સાફ કરીને તમારે કામ કરવાના ટેબલ પર કે તિજોરીમાં મુકવું જોઇએ.

કેટલાક કહે છે કે શરુઆતમાં તેને હનુમાનજીની મૂર્તિ પાસે ૪૦ દિવસ માટે મુકવું જોઇએ. કેટલાક કહે છે કે તમારે તેને દિવાળીના સમયમાં ખરીદીને જુગાર રમવા માટે શુકન તરીકે રાખવું જોઇએ. ( ગરોળીનું લિંગ કેવી રીતે જુગારના પત્તાં પર અસર કરે તે ખબર નથી પડતી).

કેટલાક કહે છે કે હોળીની રાત્રે કૂવામાંનો કાદવ લઇને તેનાથી તે હાડકાને કવર કરવું જોઇએ. કેટલાક એમ કહે છે કે સેકન્ડ હેન્ડ પેનીસ અસર ના કરે માટે  ફર્સટ હેન્ડજ ખરીદવું જોઇએ.

વાઇલ્ડ લાઇફ કંટ્રોલ બ્યુરોએ આ મુદ્દાની ગંભીર નોંધ લીધી છે કેમકે હવેે ખુબ ઓછા મોનીટર લિઝાર્ડ બચ્યા છે. આ બ્યુરોએ નેટ પર સ્પેશ્યલ ટીમ ગોઠવી છે જે સાઇટ અને બ્લોગ પર નજર રાખે છે અને કોણ આવું લીંગ વેચે છે તે પર ધ્યાન રાખે છે. ભારતમાં ચાર પ્રકારના મોનીટર લિઝાર્ડ જોવા મળે છે. તેમના પેનિસ વેચાય છે તે મોટા ભાગે મધ્ય પ્રદેશ ,ઓડીસા,રાજસ્થાન અને કર્ણાટકમાંથી આવે છે.

વાઇલ્ડ લાઇફ ક્રાઇમ બ્યુરો અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડીયાએ આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ,ગુજરાત અને રાજસ્થાનમાં  દરોડા પાડયા ત્યારે ૨૧૦ હાથા જોડી (પેનીસ) મળી આવ્યા હતા. તે સંદર્ભે ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. ફેસબુક પર આવી  ચીજો વેચતા લોકો સામે પણ જોખમ છે.

કમનસીબી એ છે કે લોકોને ગમે તેટલું સમજાવીએ પણ તે ચમત્કારો તરફ વળી જાય છે. આ પ્રાણી જે પોતાનો જીવ બચાવી શકતું નથી તે માનવ માટે લકી કેવી રીતે હોઇ શકે?  તેનો શિકાર કરીને નીચે પાડી દેવામાં આવે છે. ત્યારબાદ ધારદાર ચપ્પુથી તેનું પેનીસ કાપી લેવામાં આવે છે. તે લોહીમાં પડયું રહે છે અને કેટલાક દિવસમાં મોતને ભેટે છે. જે આદિવાસીઓ તેમને પકડીને મારી નાખે છે તે લોકો હજુ સુખી નથી થયા તે તો ઠીક પણ વધુ ગરીબ થયા છે.

મધ્ય પ્રદેશના જંગલોમાંથી મોનીટર લિઝાર્ડ તેમના પેનીસના કારણે ખતમ થઇ ગયા છે. તાંત્રિક,શાસ્ત્રો કે પુરાણોમાં ક્યાંય હાથા જોડીનો ઉલ્લેખ નથી. કોઇ પણ પેનીસ તમને પૈસાદાર ના બનાવી શકે કે તમારી સમસ્યા દુર ના કરી શકે.  તમે પોતે આળસુ છો. તેને છુપાવવા તેમે એક નિર્દોષ પ્રાણીનો ખાત્મો બોલાવી રહ્યા છો. જો તમારી નજરે કોઇ ઓનલાઇન હાથાજોડી વેચતો નજરે પડે તો મને જાણ કરજો હું તેને પકડાવી દઇશ. મેઇલ..