સંવેદનશીલતા

સંવેદનશીલતા

સંવેદનશીલતા

સિગ્પ્રીડ જોન્સન સ્વીડનનો અંધ સંગીતકાર હતો.ભારત વિષે એણે ઘણું સાંભળેલું હોઈ ભારત પ્રત્યે એને વિશેષ લગાવ હતો. એક દિવસ એને જાણવા મળ્યું કે ભારતમાં અંધોની સંખ્યા ઘણી છે. ત્યાંની અંધશાળાઓમાં બહુ ઓછા સાધનો છે. આર્થિક મુશ્કેલીના કારણે સંસ્થાઓ પ્રજ્ઞાચક્ષુઓને પૂરતી સગવડ આપી શકતી નથી.

સિગ્પ્રીડ આ વાત સાંભળી દ્રવી ઉઠયો. અને ભારતના અંધો માટે કશુંક કરવાનો નિર્ણય કર્યો.એણે સ્વીડનની ગલીઓમાં મધુર કંઠે ગાવાનું અને ફાળો એકત્ર કરવાનું શરું કર્યું.

છ વર્ષ પરિભ્રમણ કરી એકલાખ વીસ હજાર રૂપિયા નું ફંડ એકત્ર કર્યું.રકમ લઈ ભારત આવ્યો.દક્ષિણ ભારતના સેલમ જિલ્લાના તિરુપહર ગામમાં સરસ અંધશાળા છે એ જાણવા મળતાં ત્યાં પહોંચી એક લાખ વીસ   હજાર રૂપિયા અર્પણ કર્યા.

‘મારા અંધ બંધુઓ માટે આ રકમ વાપરજો.’ સૂચના આપી પરત સ્વીડન ચાલ્યો ગયો. સંવેદનશીલતા બહુ મોટી  ચીજ છે. દૂર દેશથી એક અંધ અહીંના અંધો માટે છ વર્ષ ગલીઓમાં ઘૂમે છે. અને સંવેદનહીનો નજર સામે રીબાતા માણસોને જોઈ મોં મચકોડે છે.

કરુણા બહુ મહત્વનો ગુણ છે.