વિશ્વ શાકાહારી દિવસ

વિશ્વ શાકાહારી દિવસ

વિશ્વ શાકાહારી દિવસ


વર્લ્ડ વેજિટેરિયન ડે : દર 4 નવા ચેપી રોગોમાંથી 3નું કારણ પ્રાણીઓ છે, માંસાહારી ખોરાકમાં પાણીનો વપરાશ 15 ગણો વધારે થાય છે; મીટ ડાયટ છોડવા માટે આ 8 રીત મદદ કરશે.

 • સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે વેજિટેરિયન ડાયટ લેનારાઓમાં અમુક પ્રકારનાં કેન્સરની શક્યતા 50% સુધી ઘટી જાય છે
 • CDCના જણાવ્યા પ્રમાણે, ભોજન દ્વારા પ્રાણીઓથી મનુષ્યમાં જીવાણુઓ ફેલાઈ શકે છે, વેજ ડાયટમાં ભૂખમરાને દૂર કરી શકાય છે

દુનિયા કોરોના વાઇરસનો સામનો કરી રહી છે. આપણે વર્ષ 2020નો અડધો સમય સંક્રમણના ડરમાં પસાર કર્યો છે. આ મહામારી દરમિયાન આપણે પહેલી વખત વર્લ્ડ વેજિટેરિયન ડેની ઉજવણી કરી રહ્યા છીએ. કોરોનાની શરૂઆતમાં કહેવામાં આવતું હતું કે એ ચામાચીડિયા દ્વારા ફેલાયો છે. બાદમાં એમાં પેંગોલિનનું નામ પણ સામેલ થયું. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે શું માંસ ખાવાની આદત ધરાવતા માણસો માટે જીવલેણ તો નથી બની ગઈને.

4માંથી 3 નવાં સંક્રમણ પ્રાણીઓમાંથી આવે છે

 • સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા પ્રમાણે, આપણે દરરોજ ઘણા પ્રકારનાં પ્રાણીઓના સંપર્કમાં આવીએ છીએ, પરંતુ એમાં હાજર કેટલાંક સૂક્ષ્મજંતુઓ તમને બીમાર પણ કરી શકે છે. પ્રાણીઓથી મનુષ્ય સુધી પહોંચતા જીવાણુઓથી થતી બીમારીને ઝૂનોટિક કહેવામાં આવે છે. આ જીવાણુઓ મૃત્યુનું કારણ પણ બની શકે છે.
 • CDCના જણાવ્યા પ્રમાણે, ઝૂનોટિક બીમારી સામાન્ય હોય છે. વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે 10માંથી 6થી વધુ સંક્રમણ પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે. એ ઉપરાંત 4 નવા ઊભરતા સંક્રમણ રોગોમાંથી 3 પ્રાણીમાંથી આવે છે.

નોન-વેજ ખાવાને કારણે લોકો ભૂખ્યા રહે છે

 • પેટાના જણાવ્યા પ્રમાણે, ભોજન માટે પ્રાણીઓનો સંવર્ધન અથવા ઉછેર નબળી રીતે કરવામાં આવે છે, કેમ કે પ્રાણીઓ વધારે અનાજ ખાય છે અને થોડું મીટ, ડેરી પ્રોડક્ટ અથવા ઈંડાં આપે છે. પ્રાણીઓના એક કિલો માંસ માટે 10 કિલો સુધી અનાજ ખવડાવવું પડે છે.
 • વર્લ્ડ વોચ ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યા પ્રમાણે, દુનિયામાં જ્યાં દર 6માંથી 1 વ્યક્તિ દરરોજ ભૂખી રહે છે. આવી સ્થિતિમાં મીટનું પ્રોડક્શન કરવા અનાજનો ખોટો ઉપયોગ થાય છે. જો અનાજનો સીધો ઉપયોગ મનુષ્ય માટે કરવામાં આવે તો એ વધુ અસરકારક રહેશે.
 • પેટાની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, પ્લાન બેસ્ડ ડાયટ દુનિયામાં ભૂખમારો દૂર કરી શકે છે. 2020 સુધી અંદાજિત 900 કરોડ લોકો માટે પૃથ્વી પર પર્યાપ્ત ખાવાનું હશે. જોકે આવું ત્યારે શક્ય બનશે જ્યારે અનાજનું 40% ઉત્પાદન ભોજન માટે પાળવામાં આવેલા પ્રાણીઓની જગ્યાએ સીધા મનુષ્યના કામમાં આવશે.
 • પેટા ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે, એક શુદ્ધ શાકાહારી ખોરાક માટે દરરોજ 1137 લિટર પાણીની જરૂર હોય છે, પરંતુ મીટ આધારિત ભોજન માટે દરરોજ 15 હજાર લિટરથી વધારે પાણીની જરૂર હોય છે.

ઘણી બીમારીઓનું કારણ પણ છે માંસાહાર
WHOએ અંદાજ લગાવ્યો છે કે દર વર્ષે જુનોસિસને કારણે લગભગ 100 કરોડ લોકો બીમારીઓનો ભોગ બને છે અને લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે. પેટા અનુસાર, તમારી થાળીમાં સામેલ મીટ, ડેરી પ્રોડક્ટ, અને ઈંડાને કારણે તમને હૃદયની બીમારી, મેદસ્વિતા, કેન્સર, ડાયાબિટીસ અને એટલે સુધી કે તમે નપુંસક પણ બની શકો છો. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે વેજિટેરિયન ડાયટ લેતા લોકોમાં કેટલાક પ્રકારના કેન્સરની સંભાવના 50% સુધી ઓછી થઈ જાય છે.

જો તમે પણ વેજિટેરિયન ડાયટ અપનાવા માગતા હોવ તો કેટલીક ટિપ્સ મદદગાર સાબિત થઈ શકે છે…

 • મોટિવેટ રહોઃ જો તમે નોન-વેજ ડાયટ છોડવા માગો છો તો તમારે એના માટે સારા કારણની જરૂર પડશે. આ કારણ જ તમને વેજ ડાયટ પર રહેવા માટે મોટિવેટ કરશે. આવી સ્થિતિમાં પહેલા એ જાણી લો કે તમે નોન-વેજ કેમ છોડવા માગો છો.
 • સારી રેસિપી શોધોઃ નોન-વેજ છોડવાનું કારણ એ પણ હોઈ શકે છે કે તમને સ્વાદને લઈને પરેશાન રહેતા હોવ. આવી સ્થિતિમાં વેજિટેરિયન રેસિપી તમારી મદદ કરી શકે છે. એના માટે તમે ઈન્ટરનેટની મદદ લઈ શકો છો.
 • ધીમે ધીમે નોન-વેજ છોડોઃ નોન-વેજ એકદમ નથી છોડતાં તો ધીમે ધીમે તમારી ડાયટમાં વેજની માત્રા વધારો. દર સપ્તાહે નવી વેજ રેસિપી આ કામમાં તમારી મદદ કરી શકે છે. નોન-વેજ છોડવાની શરૂઆત રેડ મીટથી કરો.
 • નવો ડાયટ પ્લાન બનાવોઃ તમે દરરોજ જે ખાઓ છો એનું એક લિસ્ટ તૈયાર કરો. ત્યાર બાદ જુઓ કે તમારી જૂના નોન-વેજ ડાયટમાં વેજ ઓપ્શન શું હોઈ શકે છે. નવા ઓપ્શનની મદદથી નવું લિસ્ટ તૈયાર કરો, જેમાં માત્ર વેજ ડાયટ સામેલ હોય.
 • જંક ફૂડથી બચવું: વેજિટેરિયન ડાયટ શરૂ કરવાથી તમને જંક ફૂડ ખાવાનું લાઇસન્સ નથી મળી જતું. જો આવું થઈ રહ્યું છે તો તમારા ડાયટમાં ફળો અને શાકભાજીની માત્રાને વધારી દો. આખું અનાજ, કઠોળ, સોયા પ્રોટીન અને બીજાં પોષણ તમને મદદ કરી શકે છે.
 • બીજા દેશોના ખાવાનો સ્વાદઃ વેજિટેરિયન બનાવવાનો સૌથી મોટી ફાયદો એ છે કે તમને એનાથી નવી વસ્તુઓ ટ્રાય કરવાની પ્રેરણા મળે છે. આ વાતનો ફાયદો ઉઠાવો અને ઈન્ટરનેટ અથવા રેસિપી બુક્સની મદદથી નવા દેશોની વેજ રેસિપીનો સ્વાદ લો.
 • પરિવાર અને બાળકોની ભૂમિકાઃ જો તમે વેજિટેરિયન બનવા જઈ રહ્યા છો તો તમારા પરિવાર અને મિત્રોને આ અંગે વાત કરવી પડશે, કેમ કે નોન-વેજ બંધ કર્યા બાદ પણ તમે તેમની સાથે ખાવાનું ખાશો. આવી સ્થિતિમાં તેમને આ વાતની જાણકારી આપવી તમારા માટે મદદરૂપ સાબિત થશે.
 • આનંદ લોઃ સૌથી જરૂરી એ છે કે તમે તમારા ડાયટમાં આવેલા ફેરફારની મજા લો. તમે વેજિટેરિયન બનવાનું પસંદ કર્યું છે, તો આ વાતની મજા લો અને ખુશ રહો. સતત સારું ખાવાનું તમને મદદ કરી શકે છે.

વેજિટેરિયન અને વીગનમાં શું ફરક છે?
આપણે વેજિટેરિયન અને વીગન શબ્દ ઘણી વાર સાંભળ્યો છે, પરંતુ એના અર્થને લઈને હંમેશાં એક મૂંઝવણ હતી. પેટાના જણાવ્યા પ્રમાણે, વેજિટેરિયન ડાયટ લેતા લોકો કોઈપણ પ્રાણીને આપણે ડાયટમાં સામેલ નથી કરતા, જ્યારે વીગનમાં પ્રાણીઓમાંથી મળતી કોઈપણ વસ્તુનું સેવન કરવામાં નથી આવતું, જેમ કે ઈંડાં, દૂધ, પનીર.