ભાસ્કર એક્સપ્લેનર:તમે જે વેજિટેરિયન ફૂડ સમજીને આરોગી રહ્યા છો એમાં હોઈ શકે છે નોન-વેજ; જાણો દિલ્હી HCએ કેવા આપ્યા નિર્દેશ?

ભાસ્કર એક્સપ્લેનર:તમે જે વેજિટેરિયન ફૂડ સમજીને આરોગી રહ્યા છો એમાં હોઈ શકે છે નોન-વેજ; જાણો દિલ્હી HCએ કેવા આપ્યા નિર્દેશ?

ભાસ્કર એક્સપ્લેનર:તમે જે વેજિટેરિયન ફૂડ સમજીને આરોગી રહ્યા છો એમાં હોઈ શકે છે નોન-વેજ; જાણો દિલ્હી HCએ કેવા આપ્યા નિર્દેશ?

લોકો વેજિટેરિયન કે શાકાહારી પ્રોડક્ટ ખરીદતાં પહેલાં એના પેકેટ પર લખેલા ઈન્ગ્રિડિયન્ટ્સ (સામગ્રી)ને જુએ. પેકેટ પર લખેલા સાઈન કે કોડ નેમ અનુસાર જ તેઓ એને વેજ પ્રોડક્ટ સમજીને ખરીદે છે, પરંતુ જો તમને એ ખ્યાલ આવે કે તમે જે વસ્તુને પેકેટ પર બનેલી ગ્રીન સાઈન કે કોડનેમના આધારે વેજ સમજીને ખરીદી છે એ વાસ્તવમાં નોન-વેજિટેરિયન ચીજોથી બનાવાઈ છે તો તમને કેટલો મોટો આંચકો લાગશે? દિલ્હી હાઈકોર્ટે પણ હાલમાં જ પોતાના એક નિર્ણયમાં ફૂડ બિઝનેસ ઓપરેટર્સને કહ્યું છે કે તેઓ પોતાની પ્રોડક્ટમાં ઉપયોગમાં લેવાતી ચીજોના માત્ર કોડનેમની જાણકારી જ નહીં, પરંતુ તેને વનસ્પતિ કે જાનવરોમાં એમ શામાંથી બનાવાઈ છે એની સ્પષ્ટ જાણકારી પણ આપે.

ચાલો, જાણીએ કેમ આવ્યો વેજિટેરિયન ચીજોમાં મેળવવામાં આવતા ઈન્ગ્રિડિયન્ટ્સ અંગે સ્પષ્ટતાનો આદેશ? કેવી રીતે થાય છે વેજ આઈટેમ્સમાં પણ નોન-વેજનો ઉપયોગ? શું છે ખાવાની ચીજો પર લેબલિંગનો નિયમ?https://www.divyabhaskar.co.in/__widgets__/iframe/poll/oeCfgooVBA1K

‘વેજિટેરિયન ચીજોમાં શું મેળવવામાં આવ્યું, સ્પષ્ટ રીતે જણાવો’
એક જનહિત અરજીની સુનાવણી દરમિયાન હાલમાં જ દિલ્હી હાઈકોર્ટે ફૂડ બિઝનેસ ઓપરેટર્સને નિર્દેશ આપ્યો કે તેઓ ખાનપાનની ચીજોમાં જે પણ હોય છે એની સ્પષ્ટ જાણકારી આપે.

કોર્ટે ફૂડ ઓપરેટર્સને કહ્યું, “ખાનપાનની ચીજોમાં જે પણ હોય છે એની સમગ્ર જાણકારી આપો; માત્ર તેના કોડનેમની નહીં, પરંતુ એ પણ જણાવો કે શું એને બનાવવાનો સોર્સ વનસ્પતિ કે કોઈ જાનવાર છે કે તેમને લેબોરેટરીમાં તૈયાર કરાયા છે, પછી ભલે ખાવાની ચીજમાં એ સામગ્રીની ટકાવારી ગમે તેટલી હોય.”

કોર્ટે ફૂડ ઓપરેટર્સને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (પેકેજિંગ એન્ડ લેબલિંગ) રેગ્યુલેશન્સ, 2011ના રેગ્યુલેશન 2.2.2(4)ને કડકાઈથી માનવાનો નિર્દેશ આપ્યો.

કોર્ટે કહ્યું, “એવી કોઈપણ સામગ્રીનો ઉપયોગ, જેનો સોર્સ જાનવર હોય, પછી ભલે એ સામગ્રીની ટકાવારી ગમે તેટલી હોય, એનાથી બનેલી ખાવાની ચીજને નોન-વેજિટેરિયન માનવામાં આવશે.”

આ મામલાની સુનાવણી કરનાર દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ વિપિન સાંઘી અને જસમીત સિંહની ડિવિઝન બેંચે કહ્યું, “દરેક વ્યક્તિને એ જાણવાનો અધિકાર છે કે એ શું ખાઈ રહી છે, કોઈપણ વ્યક્તિની થાળીમાં છળ કે છુપાવીને કંઈપણ પીરસી શકાય નહીં.”

હાઈકોર્ટે કેન્દ્ર અને ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ને એ સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા કે ફૂડ ઓપરેટર્સ દરેક ફૂડ આઈટેમના નિર્માણમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રીઓ અંગે સંપૂર્ણ ખુલાસો કરે. કોર્ટે FSSAIને સુનાવણીની આગામી તારીખ 31 જાન્યુઆરી અગાઉ આ નિર્દેશોના પાલનનો રિપોર્ટ દાખલ કરવાનો પણ નિર્દેશ આપ્યો.

કોણે દાખલ કરી હતી અરજી?
ગાયોની સુરક્ષા અને દેખભાળ માટે કામ કરતી એક બિનસરકારી સંસ્થા ‘રામ ગૌ રક્ષા દળ’એ ગત વર્ષે ઓક્ટોબરમાં હાલના ખાદ્ય પદાર્થોના નિયમોને લાગુ કરવાની અપીલ સાથે એક અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં ક્રોકરી, પહેરવાની વસ્તુઓ અને સહાયક ઉપકરણો, જે ન ખાઈ શકાય એવી ચીજો સહિતની પ્રોડક્ટ્સને એમાં ઉપયોગમાં લેવાનારા ઈન્ગ્રિડિયન્ટ્સના આધારે ચિહ્નિત કરવાની અપીલ કરવામાં આવી હતી.

આ અરજીમાં ખાવાની ચીજોના લેબલ પર એમાં ઉપયોગમાં લેવાનારા ઈન્ગ્રિડિયન્ટ્સ (સામગ્રી) જ નહીં, પરંતુ તેની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવાની માગણી કરવામાં આવી હતી.

ટ્રસ્ટે કહ્યું હતું કે તેના સભ્ય નામધારી સંપ્રદાયના અનુયાયી છે અને તેઓ શાકાહારના આકરા નિયમોમાં વિશ્વાસ ધરાવે છે. એવામાં તેમની ધાર્મિક માન્યતાઓ, એનિમલ પ્રોડક્ટથી બનેલા કોઈપણ સામાનના ઉપયોગની અનુમતિ આપતી નથી.

શું છે ખાવાની ચીજો પર લેબલિંગનો નિયમ?

ફૂડ રેગ્યુલેશન 2011 અનુસાર,

  • માંસાહારી કે નોન-વેજ ફૂડ એવું ફૂડ છે, જેમાં કોઈ જાનવરના એક હિસ્સા કે સમગ્ર હિસ્સાનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં પક્ષીઓ, તાજાં પાણીના કે સમુદ્રી જાનવરો કે ઈંડાં અથવા કોઈ જાનવરમાંથી નીકળતી પ્રોડક્ટ સામેલ છે, પરંતુ દૂધ કે દૂધની પ્રોડક્ટ તેમાં સામેલ નથી.
  • તમામ માંસાહારી કે નોન-વેજિટેરિયન ફૂડ પર એક બ્રાઉન આઉટલાઈનવાળા સ્ક્વેરની અંદર એક બ્રાઉન કલર ભરેલું એક સર્કલનું લેબલ હોવું જોઈએ.
  • જ્યારે ઈંડાં જ એકમાત્ર એવી માંસાહારી સામગ્રી છે, જેના વિશે આ બ્રાઉન સિમ્બોલ ઉપરાંત જણાવી શકાય છે.
  • શાકાહારી કે વેજિટેરિયન ફૂડ પર લીલા રંગની આઉટલાઈનવાળા સ્ક્વેરની અંદર એક લીલા રંગથી ભરેલા સર્કલનું લેબલ લાગેલું હોવું જોઈએ.
  • મેન્યુફેક્ચરરે આ સાથે સામગ્રીઓની માત્રા અને તેના વજનની પણ એક યાદી પ્રદર્શિત કરવાની હોય છે.
  • મેન્યુફેક્ચરરે એ જણાવવાનું હોય છે કે પ્રોડક્ટમાં કેવા પ્રકારના ખાદ્ય વેજિટેબલ ઓઈલ, વેજિટેબલ ફેટ, એનિમલ ફેટ કે તેલ, માછલી, મરઘી, માંસ કે પનીર વગેરેનો ઉપયોગ કરાયો છે.
  • જો કોઈ ઈન્ગ્રિડિયન્ટ ખુદ બે કે બેથી વધુ ઈન્ગ્રિડિયન્ટ્સથી બનેલું છે અને તેનાથી બનેલું “કમ્પાઉન્ડ ઈન્ગ્રિડિયન્ટ” કોઈ ફૂડનો 5%થી ઓછો હિસ્સો હોય છે તો એવામાં ફૂડ એડટિવ ઉપરાંત કમ્પાઉન્ડ ઈન્ગ્રિડિયન્ટ્સમાં સામેલ અન્ય ઈન્ગ્રિડિયન્ટ્સની યાદી ઘોષિત કરવાની આવશ્યકતા નથી.

ફૂડ લેબલિંગ અંગે શા માટે ઊઠ્યા સવાલો, કોર્ટે શું કહ્યું?
હવે સવાલ એ સર્જાય છે કે જ્યારે વેજિટેરિયન અને નોન-વેજિટેરિયન ફૂડ્સના લેબલિંગને લઈને નિયમ સ્પષ્ટ છે તો આખરે તેને લઈને સવાલ કેમ ઉઠાવાઈ રહ્યા છે?

હાઈકોર્ટે કહ્યું કે કાયદામાં ખૂબ જ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે મેન્યુફેક્ચરર એ જણાવે કે કયું ફૂડ વેજિટેરિયન છે અને કયા નોન-વેજિટેરિયન છે.

કોર્ટે કહ્યું હતું કે જોકે લાગે છે કે કેટલાક ફૂડ બિઝનેસ ઓપરેટર્સ રેગ્યુલેશનના એ નિયમનો ખોટો લાભ ઉઠાવી રહ્યા છે કે જેમાં કેટલાક અપવાદો સિવાય ખાનપાનની ચીજોનાં મેન્યુફેક્ચરિંગ કે પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવાતા ઈન્ગ્રિડિયન્ટ્સના સોર્સ (વનસ્પતિ કે જાનવર) જણાવવાની બાધ્યતા નથી.

કઈ રીતે વેજિટેરિયન ફૂડમાં મેળવવામાં આવે છે નોન-વેજ?
ભલે અનેક પ્રોડક્ટ્સને વેજિટેરિયન ફૂડ તરીકે વેચવામાં આવતી હોય અને એના પર એને વેજિટેરિયન જણાવનાર ગ્રીન સર્કલ પણ લાગેલું હોય છે, પણ તેમાં એવા ઈન્ગ્રિડિયન્ટ્સનો પણ ઉપયોગ થાય છે, જે જાનવરોથી બનેલા હોય છે.

દિલ્હી હાઈકોર્ટે તેના માટે ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને પોટેટો ચિપ્સમાં મળી આવતા ફૂડ એડિટિવ કેમિકલ ડિસોડિયમ ઈનોસિનેટ (Disodium Inosinate)નું ઉદાહરણ આપ્યું, જેને વ્યાવસાયિક રીતે માંસ કે માછલીમાંથી તૈયાર કરવામાં આવે છે. કોર્ટે કહ્યું, “ગૂગલ પર થોડું સર્ચ કરવાથી ખ્યાલ આવે છે… આ સામાન્ય રીતે સુવરની ચરબીમાંથી મળી આવે છે.”

જ્યારે વેજિટેરિયન પ્રોડક્ટમાં પણ આ પ્રકારની કોઈ સામગ્રી કે ઈન્ગ્રિડિયન્ટનો ઉપયોગ થાય છે, ત્યારે માત્ર એ સામગ્રીના કોડનો ખુલાસો કરવામાં આવે છે. પેકેજિંગ પર એ વાતનો ખુલાસો કર્યા વિના જ કે એ સામગ્રીનો સોર્સ શું છે, એટલે કે એ વનસ્પતિથી બનેલી છે કે જાનવરમાંથી કે લેબમાં રાસાયણિક રીતે તૈયાર કરાઈ છે.

કોર્ટે કહ્યું, “અનેક ખાવાની ચીજો, જેમાં જાનવરોથી પ્રાપ્ત સામગ્રી (ઈન્ગ્રિડિયન્ટ) હોય છે, એ માત્ર લીલું ટપકું લગાવીને વેજિટેરિયન તરીકે પાસ થઈ જાય છે.”

કોર્ટે ફૂડ ઓપરેટર્સને નિર્દેશ આપ્યા
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે કોઈ વેજિટેરિયન ફૂડમાં જો “મામૂલી ટકાવારીમાં પણ નોન-વેજિટેરિયન સામગ્રીનો ઉપયોગ થાય છે તો “તે એ ફૂડ (વેજિટેરિયન)ને માંસાહારી બનાવી દેશે અને શાકાહારીઓની ધાર્મિક અને સાંસ્કૃતિક સંવેદનાઓ અને ભાવનાઓને ઠેસ પહોંચાડશે તથા તેમના અધિકારીઓમાં પણ હસ્તક્ષેપ કરશે.

કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની ખામીઓની તપાસ કરવામાં અધિકારીઓની નિષ્ફળતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006નું ઉલ્લંઘન છે.

કોર્ટે ફૂડ બિઝનેસ ઓપરેટર્સને રેગ્યુલેશન 2.2.2(4)ના કડકાઈથી પાલનનો નિર્દેશ આપ્યો, જે “શાકાહારી કે માંસાહારી ભોજનના સંબંધમાં ઘોષણા”નો નિયમ છે.

કોર્ટે આ ફૂડ ઓપરેટર્સને ચેતવણી આપતાં કહ્યું હતું કે આ નિયમના પાલનમાં નિષ્ફળ રહેવાને તેમની પ્રોડક્ટનો ઉપયોગ કરનારી જનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન માનવામાં આવશે. એવું થવા પર ફૂડ ઓપરેટર્સ વિરુદ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ કોર્ટે FSSAIને આ આદેશ લાગુ કરવાના નિર્દેશ આપ્યા છે. આ મામલે આગામી સુનાવણી 31 જાન્યુઆરીએ થવાની છે.