પ્રાર્થના તત્કાળ અસર કરે છે (નિક્ષન)

પ્રાર્થના તત્કાળ અસર કરે છે (નિક્ષન)

પ્રાર્થના તત્કાળ અસર કરે છે (નિક્ષન)

વિશ્વયુદ્ધ વખતની ઘટના છે . ફ્રેંચ જાસૂસ વિમાન જર્મન પ્રદેશ ઉપરથી ઉડતું હતું. જર્મન લશ્કરી મથકોની વિગતો મેળવવા જેવું વાદળામાંથી બહાર આવ્યું કે વિમાનવિરોધી તોપ ગર્જી ઉઠી. વિમાન સળગી ઉઠ્યું.

હવે બચવાની શક્યતા નહિવત હતી.આજન્મ નાસ્તિક રહેલા પાયલોટ નિક્ષનને લાગ્યું કે હવે ચમત્કાર જ બચાવી શકે. જિંદગીમાં પહેલીવાર એણે પ્રાર્થના કરી. ‘હે પ્રભુ! જો જીવતો રહ્યો તો આજીવન તારો ચરણોપાસકબની રહીશ .’

વિમાન ધડાકા સાથે તૂટી પડ્યું. નિક્ષનના ચારેય સાથીઓ ખતમ થઈ ગયા. શરીરના ટૂકડે ટૂકડા થઈ ગયા જ્યારે નિક્ષન બાલ બાલ બચી ગયો.

હવે નિક્ષન પૂર્ણ આસ્તિક શ્રદ્ધાળુ બની ગયો. વિવિધ ધર્મોનો અભ્યાસ કરતા એને શ્રીકૃષ્ણ પ્રત્યે વિશેષ ભક્તિ ઉભરાણી. કૃષ્ણ પ્રેમ નામ ધારણ કર્યું. ઉત્તર વૃંદાવનમાં વસવાટ કર્યો. એકવાર ડૉ.સી.વી.રામને એમને પૂછ્યું કે તમે મને પરમાત્માના દર્શન કરાવી શકો?

 કૃષ્ણ પ્રેમ કહે તમે કોઈને વૈજ્ઞાનિક સત્યના દર્શન કરાવી શકો? રામન-‘ના એ માટે પ્રયોગો કરવા પડે . તાલીમ લેવી પડે. કૃષ્ણ પ્રેમ કહે:’બસ તો પરમાત્માના સાક્ષાત્કાર માટે પણ વિધિમાંથી પસાર થવું પડે.પૂરી શ્રદ્ધા સાથે પ્રભુમાં લીન થવું પડે.’

શ્રદ્ધા મેં યદિ જાન હે તો ભગવાન તુમસે દૂર નહીં.