પ્રાર્થનાનો ચમત્કાર (રાંકા કુંભાર)

પ્રાર્થનાનો ચમત્કાર (રાંકા કુંભાર)

પ્રાર્થનાનો ચમત્કાર (રાંકા કુંભાર)

રાંકા નામનો મહારાષ્ટ્રનો કુંભાર પરમાત્માનો ભક્ત હતો.એક વાર નિંભાડામાં ઘડાઓ ગોઠવ્યા અને અગ્નિ પેટાવ્યો.ધીમે તાપે થોડા દિવસ તપવાથી કાચા ઘડા પાકા થાય.

નિંભાડામાંથી ધૂમાડો નિકળવો ચાલુ થયો. ત્યાં એક બિલાડી ત્યાં આવી. નિંભાડાની ચારે બાજુ ફરતી હતી અને કંઇક શોધતી હતી. રાંકા કુંભારને સમજાઈ ગયું કે કોઈક ઘડામાં બિલાડીએ એના બચ્ચા મુકેલા. એ ઘડો જોયા વિના જ મારાથી નિંભાડામાં મૂકાઈ ગયો છે.

અરરર! એ બચ્ચાઓનું શું થશે?  ક્યા ઘડામાં બચ્ચા હશે? અને હવે નિંભાડામાં વચ્ચે વચ્ચે ભરેલ ઘાસ માટી વગેરેમાં આગ ફેલાઈ ગયેલી. રાંકા કુંભાર ભગવાનના ફોટા પાસે બેસી ગયો. પ્રભુ, હવે આ બિલાડીના બચ્ચાઓની જીંદગી તારે હાથ છે. પ્રભુ, તું બિલાડીના બચ્ચાને બચાવી લે. રાંકા રાત-દિવસ રડતો રહ્યો. પ્રાર્થના કરતો રહ્યો. નિંભાડાની આગ ઠંડી પડી. એક પછી એક ઘડાને બહાર કાઢ્યા.

આશ્ચર્ય એ થયું કે જે ઘડામાં બચ્ચા હતાં તે જરા પણ ગરમ થયો ન હતો .બચ્ચા સલામત હતા. બચ્ચાને જોતાં બિલાડી દોડી આવી. મા-બચ્ચાના મિલન ને રાંકા અને એના પત્ની આનંદાશ્રુ સાથે જોતાં રહ્યા. રાંકાની પત્ની કહે: ‘મારી માનતા ફળી.’ ‘શું માનતા હતી.’ ‘જો બચ્ચા બચે તો બધી સંપત્તિ સારા માર્ગે વાપરવી.’

રાંકાએ સંપત્તિ વાપરી માનતા પૂરી કરી. સાચા દિલની પ્રાર્થના અવશ્ય ફળે છે. (ત.૫. 3/૨૧)