પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

આપણી આજુબાજુ જોવા મળતાં પક્ષીઓનું વજન ૧૦ ગ્રામથી લઈને ૨૫૦ ગ્રામ હોય છે… આ બધાં પક્ષીઓનાં કિડની લિવર એટલા બધાં નાના હોય છે કે ગાંઠિયા સેવ જેવા ફરસાણો એમનું જીવન ટૂંકાવે છે , પ્રજનન પર અસર કરે છે , બચ્ચાંઓના ઉછેર પર અસર કરે છે…

આપણે એમને ફરસાણનાં માધ્યમથી એમનાં શરીરને નુકસાન કરે એવાં મીઠું , બેકિંગ સોડા , બેકિંગ પાવડર , ધોવાનો સોડા , પામ ઓઈલ જેવા સેચ્યુરેટેડ ફેટ , તળેલા અને એમનાં સ્વાસ્થ્ય ને ખૂબ જ નુકસાનકારક ખોરાકો આપીએ છીએ…આ પુણ્ય નથી , આ પાપ છે…

પક્ષીઓને આવા સોડા અને મીઠાવાળા તળેલા ફરસાણો ક્યારેય પણ ન ખવડાવવા જોઈએ… જે ફરસાણો આપણાં આટલા મોટા હૃદય , કિડની , લિવર , આંતરડા વગેરેને નુકસાન કરે છે એ ફરસાણો આટલા નાના જીવોનાં નાનકડાં અંગો માટે કેવી રીતે સ્વાસ્થ્યકારક હોય… ???

ખરેખર બહુ જ દાનધર્મ અને જીવદયા કરવાનો ઉમળકો હોય તો એમને વધેલો ભાત , ખીચડી અને રોટલી ભાખરીના ઝીણાં ટુકડા કરીને આપો…

પૈસા ખર્ચી શકો એમ હોય તો કાંગ , બાજરી , કણકી , મગ , મઠ , ટુકડી ઘઉં , ઘઉં ના ફાડા , રાગી , છડેલા ઘઉં , જવ , જુવાર , છડેલા મકાઈ , કુટુ , કોદરી , રાજગરો , સૂરજમુખીનાં બીજ , તડબૂચનાં બીજ , ટેટીનાં બીજ , ચણા , કાબૂલી ચણા , ચોળા , વટાણા , તુવેર , વિવિધ દાળ જેવું સ્વાસ્થ્યવર્ધક ચણ આપવું જોઈએ…

અને એ પણ બે-પાંચ મિનિટ પલાળીને બરાબર ધોઈ અને પછી નિતારીને પંખા નીચે અથવા તડકામાં બરાબર કોરું કરીને જ આપવું જેથી અનાજ દાળ અને કઠોળ ઉપરનાં રસાયણો અને જંતુનાશક દવાઓ નીકળી જાય…

એવું બની શકે કે એમને લાંબા વખતથી રોજ ગાંઠિયા અને સેવ ખાવાની આદત હોવાના કારણે શરુઆતમાં એકાદ બે દિવસ તમે સેવ ગાંઠિયાને બદલે અનાજ દાળ કઠોળનાં દાણાં નાંખશો તો એને પક્ષીઓ ખાશે નહિં…અનાજ અડધું અથવા પૂરેપૂરું પડી રહેશે…એ લોકો અહીંતહીંથી જીવાત વડે પેટ ભરી લેશે…પણ હા , જો સતત એક અઠવાડિયું એમને ફરસાણ નહિં મળે તો જરૂર દાણા ખાતા થઈ જશે…

વૈજ્ઞાનિક રીતે આહારકડી મુજબ તો એમનો ખોરાક માખી , મચ્છર , મશી , ઈયળ , અળસિયા , કાનખજૂરા , વંદા , ઊધઈ , પતંગિયા , તીતીઘોડા , તીડ , તમરા , મધમાખી , ભમરા વગેરે છે… આપણે જરૂર વગર કીટનાશકો અને રાસાયાણિક ખાતરો વાપરીને એમનો ખોરાક નાશ કરી દીધો છે… નાના મોટા ઝાડ , કાંટાળી વાડ અને ઝાડી ઝાંખરા કાપીને દિવાલો અને મકાનો ઊભા કરીને એમનાં રહેઠાણો અને એમની વસાહતો પણ છીનવી લીધાં છે…

આજે નહિં તો કાલે માનવજાત ખતમ થવા પાછળ માનવોની બધું જ ખાઈ જવાની લાલસા , આધુનિકતાના અતિરેકથી સર્જાયેલી નકરી મૂર્ખતા જ જવાબદાર હશે…