વર્તમાન કાળે આપણે જોઈ શકીએ છીએ કે, સર્વત્ર હિંસા, માંસાહાર, દારૂ વ્યસનો ખૂબ વધી ગયા છે. વૈજ્ઞાનિક શોધોને કારણે એવા સાધનો બન્યા છે કે જેનાથી અલ્પકાળમાં ઘોર હિંસાઓ થાય છે. હિંસાને કારણે ઊભી થતી સુનામીઓ, અતિવૃષ્ટિઓ, પ્રદૂષણને લગતા રોગો, વાવાઝોડાઓ, ધરતીકંપ વગેરે ખૂબ વધી ગયા છે. અનેક ઉદાહરણો છતાં જગત આજે હિંસા-માંસાહાર છોડવા તૈયાર નથી.
દર વર્ષે 15000 કરોડ નિર્દોષ પ્રાણીઓ, અબજો મરઘીઓ, લાખો ગાય અને ટન માછલીઓની કતલ કરવામાં આવે છે…. કેમ?
શું આપણે મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ, બધા એક સાથે સુમેળમાં રહી ન શકીએ?
શું દરેકને જીવવાનો સમાન અધિકાર નથી?
અહિંસા એ વિશ્વના તમામ ધર્મોનો મુખ્ય આધારસ્તંભ છે. ઘણા વૈજ્ઞાનિકો અને WHO એ પણ સ્વીકાર્યું છે કે જો માનવજાતે પ્રાણીઓ માટે કરુણા રાખી હોત તો, આપણે આજે કોરોના રોગચાળોનો સામનો કરતાં ના હોત.
“હિંસા મુક્ત વિશ્વ ” એ એક વૈશ્વિક અભિયાન છે, જે પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત હેમચન્દ્રસુરી ની સ્ફુરણા અને વિચારસરણીથી શરૂ કરવામાં આવેલ છે, જેની પાછળ નું મુખ્ય કારણ વિશ્વભરના પ્રાણીઓ અને માણસો પર વધતા જતા અત્યાચાર અને ક્રૂરતા છે. ઘણા સ્થાપિત ધર્મો “પ્રાર્થના” ને શારીરિક, માનસિક અથવા આધ્યાત્મિક પડકારોને ઉપચાર માટેના એક શક્તિશાળી સાધન તરીકે જુએ છે. પ્રાર્થનાની અપાર શક્તિને ધ્યાનમાં લેતા, આ કરૂણા ચળવળ (હિંસા મુક્ત વિશ્વ) એ નિર્દોષ અને લાચાર પ્રાણીઓ માટે હિંસક વેદનાઓ / અત્યાચારોથી બચાવવા પ્રાર્થના કરવાની છે, જેમાં વિશ્વભરની લાખોની સંયુક્ત પ્રાર્થનાઓની શક્તિ કેન્દ્ર સ્થાને છે.
જેમાં આપણા સહુના સામુહિક પ્રયાસ થી અને પ્રભુ પ્રાર્થના ના માધ્યમ થી આ સમગ્ર વિશ્વ ને હિંસા થી મુક્ત કરી જગત ને અહિંસા ના પથ પર દોરવાનો એક ઉત્તમ વિચાર અને પ્રેરણા છે. આ અભિયાન ના માધ્યમ થી આપણે દરેક જીવો માં કરુણા ભાવ પેદા કરી,એમના જીવન માં હિંસક વૃત્તિ ના ભાવ ને ધીમે-ધીમે દૂર કરી જીવદયા ના ભાવ પ્રગટે એ રીતે સતત પ્રયાસ કરીએ છીએ. આ પણ એક પ્રકારે જીવદયા માટેનું મોટું કાર્ય જ છે.
આ જાગૃતિ અભિયાન માટે નીચેની વેબસાઇટની English, હિન્દી અને ગુજરાતી ભાષા માં ડીઝાઈન કરેલ છે. આ વૈચારિક અભિયાન માં જોડાવા માટેની ઔપચારિક માહિતી વેબસાઇટ પરથી મળી શકશે.
આ વેબસાઈટ અહિંસા, કરુણા થી પ્રેરીત છે, અને કોઈ પણ ધર્મથી સ્વતંત્ર રહીને પ્રેમ અને અહિંસા પર સંદેશો ફેલાવવાના ઘણા ઉદાહરણો બતાવે છે. રોજિંદા વિવિધ મુદ્દાઓ પર માહિતી પ્રદાન કરે છે. માંસાહારના કારણે ગ્લોબલ વોર્મિંગ, કે મનુષ્યના શારીરિક/માનસિક આરોગ્ય પરની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની શું અસરો થઇ રહી છે, વગેરેનું સંશીધન (રીસર્ચ) વેબસાઈટ પર મુકવામાં આવે છે. તેની સાથે મનુષ્ય કે પ્રાણી, પક્ષી માટે કરુણા ના સંદેશો આપતા લેખો, કથા/વાર્તા, મોટીવેશન વીડિઓ, પ્રસંગો, કે વિવિધ ક્ષેત્ર ના આગળ પડતા સેલીબ્રીટી કે જેમણે શાકાહારને અપનાવેલ છે અને શકાહાર ના પ્રચાર માં પ્રોત્સાહન આપે છે તેના પ્રસંગો ને આવરી લેવાયા છે. 1 મિનીટ માટેની પ્રાર્થનામા બોલવા કે વિચારવા માટે ના ઉદાહરણો, ઓડીયો/વીડીયો પણ મુકેલ છે.
ટેક્નોલોજી નો ઉપયોગ કરીને હિંસા મુક્ત વિશ્વ માટે મોબાઇલ એપ્લિકેશન પણ બનાવેલ છે, જે તમને નિર્ધારિત સમયે પ્રાર્થના કરવા માટે યાદ કરાવે અને અહિંસા અને કરુણા માટે નવી માહિતી પ્રદાન કરે.
મોબાઇલ એપ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ QR કોડ સ્કેન કરો.
“હિંસા મુક્ત વિશ્વ ” અભિયાન એ વધારે માં વધારે લોકો સુધી પહોંચે એ માટે અને તેને પોંહચાડવા માટે “હિંસા મુક્ત વિશ્વ” અભિયાન ની વેબસાઈટ (www.vfw.life or www.violencefreeworld.com) નું અપડેટ, મેન્ટેનેન્સ, નવી ક્રેએટિવિટી, ફોટો, વિડિઓ, બ્લોગ, બેનર, સોશિઅલ પેઈડ પ્રમોશન વગેરે માટે યથાશક્તિ ફાળો આપી શકાય, જેથી આ અભિયાન અવિરત આગળ વધતું રહે અને આપણા સહુના અમૂલ્ય યોગદાન થી
આ વૈશ્વિક અભિયાન (“હિંસા મુક્ત વિશ્વ “) માં સામુહિક પુણ્યના ભાગીદાર બનીએ અને લાખો /કરોડો જીવોની શાંતિ માટે અને અભયદાન માટે નિમિત્ત બની શકીએ.
User Name
User Name
User Name
User Name
User Name