તમે ફિશ નહીં પણ જોખમી ફોર્મીલીન ખાઇ રહ્યા છો..

તમે ફિશ નહીં પણ જોખમી ફોર્મીલીન ખાઇ રહ્યા છો..

તમે ફિશ નહીં પણ જોખમી ફોર્મીલીન ખાઇ રહ્યા છો..

– સંવેદના : મેનકા ગાંધી

– ફિશનું વેચાણ ૫.૬ ટકા વધ્યું હતું. આ હિસાબે જોવા જઇએ તો ફોર્મીલીનનું વેચાણ દશ ગણું વધ્યું છે…

કેરળના લોકો રોજ ૨૫૦૦ ટન ફિશ ખાય છે. તે પૈકીની ૬૦ ટકા સ્થાનિક સ્તરેથી જ્યારે બાકીની બહારના રાજ્યોમાંથી આવે છે. ફોર્મીલીનમાં ઝબોળેલી ફીશ કેન્સર કરે છે..

ફોર્માલ્ડીહાઇડ એક એેવું કેમિકલ છે કે જેને પાણી સાથે મેળવીને કોઇ મૃતદેહમાં ભરવામાં આવે તો મૃતદેહના શરીરના સેલ્સને કોહવાતાં બચાવી શકાય છે. જ્યારે ડેડ બોડીને કોઇ પ્રેાફેશનલ શબઘરને સોંપવામાં આવે છે ત્યારે બોડીમાંથી લોહી ખેંચી લઇને તેમાં ફોર્માલ્ડીહાઇડ ભરવામાં આવે છે. એટલે જ્યારે તેને અંતિમ વિધિ માટે લઇ જવાય છે ત્યારે ડેડ બોડી નોર્મલ દેખાય છે. કેટલાક શિકારીઓ પોતે કરેલા શિકારની યાદગીરીમાં ડેડબોડીને કાયમ ઘરમાં રાખવા ટેક્સીડરમીટ્સને બોલાવે( પ્રાણીની ડેડ બોડીમાં પ્રિઝર્વેટીવ ભરીને તે જીવતું દેખાય એવું કરવું) અને પ્રાણીની ડેડ બોડીમાં મસાલો ભરીને જીવતી લાગે તેમ કરે છે. લેબોરેટરી અને ટીચીંગ ઇન્સટીટયુશન વગેરે પણ માનવ મૃતદેહને સાચવવા ઉપરોકત રીતેજ પ્રિઝર્વેટીવ ભરે છે.

 તે માટે ફોર્મીલીનનો ઉપયોગ કરે છે. ફોર્માઇલ્ડીહાઇડને પાણીમાં ભેળવીને તૈયાર કરાયેલ  સેય્યુરેટેડ સોલ્યુશનને ફોર્મીલીન કહે છે. જેમાં ૩૭થી ૪૦ ટકા જેટલોે ફોર્માલ્ડીહાઇડ ગેસ સ્ટેબિલાઇઝર તરીકે રહેલો હોય છે. સ્ટેબિલાઇઝર તરીકે સૌથી વધુ વપરાતા મટીરીયલનું નામ મિથેનોલ છે જે ૧૦થી ૧૨ ટકા વપરાય છે. આમતો, મિથેનોલ માણસ માટે ઝેરી છે પરંતુ ડેડબોડીમાં ટીસ્યુને સખત બનાવવા માટે વપરાય છે. બાયોલોજીકલ અને એનોટોમીકલ જાતને પ્રિઝર્વ કરવા તે વપરાય છે.  તે સર્જીકલ ઇન્સટ્રૂમેન્ટના સ્ટરીલાઇઝ કરવા માટે એન્ટીસેપ્ટીક તરીકે વપરાય છે. શું ફોર્માલ્ડીહાઇડ કે ફેાર્મીલીન કેન્સર કરી શકે છે? ૧૮૮૦માં ઉંદરો પર થયેલી રિસર્ચ પરથી જાણવા મળ્યું હતું કે ફોર્માલ્ડીહાઇડને સૂંઘવામાં આવે તે પણ નસકોરમાં કેન્સર થાય છે. ૧૯૮૭માં અમેરિકાની એનવીઓર્નમેન્ટ પ્રોટેક્શન એજંસીએ સંશોધન કર્યું હતું કે ફોર્માલ્ડીહાઇડ માણસમાં કાર્સીનોજોન તત્વ (કેન્સરજન્ય) તૈયાર કરે છે. હવે ઇન્ટરનેશનલ એજંસી ફોર રિસર્ચ ઓન કેન્સરે કરેલા ક્લાસીફીકેશનમાં નોંધ્યું છે કે ફોર્માલ્ડીહાઇડ હ્યુમન કાર્સીનોજન ઉત્પન્ન કરે છે. ૧૯૮૦થી નેશનલ કેન્સર ઇન્સ્ટીટયુટ એ વિશે સંશોધન કરે છે કે શું ફેર્માલ્ડીહાઇડના વપરાશથી કેન્સરનું જોખમ વધે છે કે કેમ? ફોર્માલ્ડીહાઇડના લાંબા સમયના ઉપયોગથી ઓપીડોમીલોજીકનો અભ્યાસ કરતા વિધ્યાર્થિઓને કેન્સરની અસર થઇ શકે છે.

એનસીઆઇનેા સર્વે કરતા પ્રોફશનલ્સ તેમના સર્વે માં ફોર્માલ્ડીહાઇડ સાથે કામ કરતા લોકોને ચકાશે છે જેમાં એન્ટોમિસ્ટ,એમ્બલેમર્સ અને ફ્યુનરલ (અગ્નિદાહ આપતી કંપનીઓ) સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે. સામાન્ય લોકોની સરખામણીમાં આ લોકોને લ્યુકેમીયા તેમજ બ્રેન કેન્સરનું જોખમ વધારે રહે છે. ૧૯૬૦ થી ૧૯૮૬ વચ્ચે મૃત્યુ પામેલા ફ્યુનરલ વર્કર જેમણે મૃતદેહમાં ફોર્માલ્ડીહાઇડ ભરવાનું કામ વધુ કામ કર્યું હતું તેમને માઇલોઇડ ગલ્કોમીયાનું જોખમ જણાયું હતું.

આવીજ કામગીરી કરતા લોકોનો બીજા દશ વર્ષનો ડેટા પણ તૈયાર કરાયો હતો જેનો ફોલોઅપ સ્ટડી ૨૦૦૯માં પ્રકાશીત કરાયો હતો. તેના પરથી કરાયેલા પૃથ્થકરણમાં જણાયું હતું કે ફોર્માલ્ડીહાઇડ સાથે વધુ કામ કરતા લોકોને બ્લડ તેમજ લિમ્ફેટીક સિસ્ટમમાં કેન્સર વધુ થાય છે.

નેેશનલ ઇન્સટીટયુટ ઓફ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થે પણ  ફોર્માલ્ડીહાઇડનો વપરાશ અને મૃત્યુ વચ્ચેના સમય અંગે સંશોધન કર્યું હતું. કેટલાક અભ્યાસ પરથી જણાયું હતું કે ફોર્માલ્ડીહાઇડ સાથે કામ કરનારાને નેસોફેરીયાનજલ કેન્સરની શક્યતા રહે છે.માનવ જાત પર ફોર્મીલીન અને ફોર્માલ્ડાહાઇડની અસરનો અભ્યાસ શિકાગોની રુશ મેડિકલ કોલેજના ડો. માર્ટીન એચ ફીતરે કર્યો હતો. તેના તારણો નીચે આપ્યા છે.

૧…થોડી માત્રામાં પણ જો ફોર્માલ્ડીહાઇડ ગેસ શ્વાસમાં જાય તેા તે બ્રોન્કાઇટીસ અને ન્યુમોેનિયા કરી શકે છે. ફોર્મીલીનના ઇન્જેકશન જ્યારે પ્રાણીઓમાં આપવામાં આવે છે ત્યારે તેમને પણ ન્યુમોેનિયા અને બ્રોન્કાઇટીસ થયો હોવાનું જણાયું છે.

૨…પોઇઝનના (ઝેર)એક ગૃપમાં ફોર્મીલીનનો સમાવેશ થાય છે. માટે જો તે ગળી જવાય તો અચાનક મોત થઇ શકે છે.

૩…પેટમાં ફોર્મીલીન જાય તો ગેસ થાય છે અને નાના આંતરડામાં સોજો આવે છે.

૪…એકદમ ડાયલ્યુટ કરેલા ફોર્મીલીન(૧-૧૦૦૦ ભાગ)નું ઇન્જેક્શન આપવામાં આવે તો પેટની સપાટી પર સોજો આવી જાય છે અને પછી તોે બીજા અંગો પર પણ અસર કરે છે.

૫…મસલ્સ પર તેનું ઇન્જેક્શન અપાય તો તેના પર સોજો આવે છે.

૬…દૂખતી કે સૂજી ગયેલી આંખો પર ફોર્મીલીનનું ટીપું પડે તો આંખો ગુમાવવાનો ડર રહે છે.

૭…શરીરમાં કોઇપણ રીતે ફોર્મીલીન પ્રવેશે તો તેની સીધી અસર શ્વસન તંત્રના અંગો પર થાય છે.

૮…શરીરમાં ફોર્મીલીન પ્રવેશ્યા બાદ લીવરના ફંકશનમાં ફેરફાર થાય   છે જેનાથી સોજો આવે છે અને તેના પરિણામે નેક્રોસિસ (શરીરનો કોષો મરવા લાગે )થાય છે.

આ બધું મારે તમને શા માટે કહેવું પડે?  કેમકે જુન ૨૦૧૮માં સત્તાવાળાઓએ ફોર્મીલીનમાં પ્રીઝર્વ કરેલી ૯,૬૦૦ કિલો ગ્રામ ફીશનો જથ્થો કબજે કર્યો હતો. કોલમ જિલ્લાના આર્યેેન્તેવુુ પોસ્ટ પરથી ચેકીંગ દરમ્યાન આ જથ્થો પકડાયો હતો. તેના પગલે પડાયેલા દરોડામાં પલ્લ્કડ ખાતેથી આંઠ ટ્રકમાં લવાતો ૬૦૦૦ કિલો ફીશનો જથ્થો પકડાયો હતો. દેશના અન્ય રાજ્યોમાં આ જથ્થો મોકલાતો હતો.

કેરળના લોકો રોજ ૨૫૦૦ ટન ફીશ ખાય છે. તે પૈકીની ૬૦ ટકા સ્થાનિક સ્તરેથી જ્યારે બાકીની બહારના રાજ્યોમાંથી આવે છે. કોચી ખાતેની સેન્ટર ઇન્સટીટયુટ ઓફ ફીશરીઝ ટેકનોલોજીના જણાવ્યા પ્રમાણે એક કિલો ફીશમાં ૬૩.૯ મિલીગ્રામ જેટલું ફોર્મીલીન હોય છે.

ફૂડ સેફ્ટી કમિશનરની ઓફિસ કડક પગલાં લેતી નથી. દરરોજ કેરળમાંથી ફોર્મીલીન વાળી હજારો કિલો ફીશ અને સી ફૂડની આવન-જાવન થાય છે. સત્તાવાળાઓએ ફીશ વેચનારને નોટિસો આપી છે. ગયા મહિને ૨૮,૦૦૦ કિલો જ્ેટલી સડી ગયેલી ફીશનો નાશ કરાયો હતો.

જોકે ફોર્મીલીન વાપરવાની એક સિસ્ટમ બની ગઇ હતી કેમકે ફીશ અઠવાડીયાઓ સુધી તાજી દેખાઇ શકે. પહેલાં તો અન્ય રાજ્યોમાં તે ફીશ મોકલાતી હતી તેના માટે વપરાતું હતું પરંતુ હવે તો ફીશને વેચવા માટે સ્ટોક કરનારા પણ ફોર્મીલીનનો ઉપયોગ કરે છે.જો વર્ષોથી ફોર્મીલીન વપરાય છે તો પછી સત્તાવાળાઓ હવે કેમ દરોડા પાડે છે? કેમકે સેન્ટ્રલ ઇન્સટીટયુટ ઓફ ફીશરીઝે એમોનિયા અને ફોર્મીલીન ડીટેક્ટ કરવાની કીટ તૈયાર કરી છે. બાસા કેટફીશ  દૂષિત હોય છે. ત્યારે દિલ્હીના આરોગ્ય પ્રધાને કહ્યું હતું કે મને આ વિશે કશી ખબર નથી એમ કહીને કોઇ પગલાં લીધા નહોતા. સપ્ટેમ્બરથી માર્ચ દરમ્યાન પંજાબમાં રોજ ૨૫૦ ટન બાસા ફીશ ખવાય છે. અન્ય રાજ્યમાંથી આવતા ખેત મજૂરો તે ખાય છે.

નાગાલેન્ડના સત્તાવાળાઓેએ તો ફોર્મીલીન કે એમોનિયા ફીશ વાળી ટ્રક પકડાય તેા દશ લાખનો દંડ કરવાનું શરૂ કર્યું છે. જેમંા ફીશ સાથે કરચલાં, નાની ફીશ વગેરેનો સમાવેશ થાય છે.હાલમાં ફીશને વેચવી, સ્ટોરેજ કરવી, ટ્રાન્સપોર્ટ કરવી કે તેમાં ક્યો પ્રિઝર્વેટીવ વાપરવો તેમજ ફીશને ક્યાં સૂકવવી તે અંગેના કોઇ કાયદા નથી.

માત્ર ગયા વર્ષની વાત કરીએ તો ફીશનું વેચાણ ૫.૬ ટકા વધ્યું હતું. આ હિસાબો જોવા જઇએ તો ફોર્મીલીનનું વેચાણ દશ ગણું વધ્યું છે. એનો અર્થ એ થયોકે પેટમાં દુખવું,વોમીટીંગ,બેભાન થઇ જવું કે કેન્સરના રોગોમાં પણ વધારો થયો છે.

જો તમે ફીશ ખરીદવા ઇચ્છતા હોવ તો સેન્ટર ઇન્સટીટયુટ ઓફ ફીશરીઝ ટેકનોલોજી પાસેથી કીટ મેળવીને તેના પરથી સ્ટ્રીપ ખસેડીને તે ફીશ પર ઘસો જો તે બ્લ્યૂ થઇ જાય તો સમજવું કે તમે ફોર્મીલીન ખાઇ રહ્યા છો.

Source: https://www.gujaratsamachar.com/news/samvedna/you-are-eating-dangerous-formalin-not-fish