શાસ્ત્ર શું બોલે છે?

योडहिंसकानि भूतानि हिनस्त्यात्म सुखेच्छया |
स जीवश्य मृतश्चैव न किंचित्सुखमेधते ||

જે મનુષ્ય પોતાના સુખ માટે અહિંસક પ્રાણીઓનિ હત્યા કરે છે તે આ જનમમાં તો સુખ નથી પામતો જન્મ જન્માંતરમા પણ નહિ.

अनुमंताविशसिता , निहंताक्रयविक्रयी |

संस्कर्ता चौपहर्ता च खादक्वश्चेतिघातका:||

જીવવધ /હત્યા કરવાની અનુમતિ દેનારા, હત્યા કરેલ જીવના ટુકડા ટુકડા કરનાર , હત્યા કરનાર , માંસની  અનુમતિ દેનારા, હત્યા કરેલ જીવના ટુકડા ટુકડા કરનાર,હત્યા કરનાર , માંસની ખરીદી વેંચાણ કરનાર , તેને પીરસનાર (વેંચનાર) કે લાવનાર અને માંસ ખાનાર આ આઠ પ્રકારના મનુષ્યોની ગણના ઘાતકો માં જ થાય છે.

तुंठा न मंदराओ आगासाओ विसालयं नत्थि |

जह तह जयंमि जाणसु धम्ममहिंसासमं नत्थि ||

ભક્ત પરિતા:-જેમ મેરૂપર્વત થી ઉંચો કોઈ પર્વત જેમ આકાશ થી વિશાળ કોઈ વસ્તુ નથી તેમ જગતમાં અહિંસા માં કોઈ અન્ય ધર્મ નથી.

खह ते न पिअं दुखं जाणीअ एमेव सव्वजीयाणं |

सव्वायर मुवउत्तो अत्तोवम्मेण कुणसु दयं||

ભક્ત પરિતા:- જેમ તને દુ:ખ (ગમતું) પ્રિય નથી તેમ દુનિયાના નાના-મોટા સહુ જીવમાત્ર ને દુ:ખ ગમતું નથી માટે સામા જીવના સ્થાને તારી જાતને કલ્પી તું જેવો સામાથી ઈચ્છે (તેવી વ્યવહાર) તેવી દયા સર્વાંદર વડે કર.

सुरामत्स्या मधुमांस- मासवं कृसरौदनम् ।

धुर्तै : प्रवर्तितं ह्येत-न्नैतद् वेदेषु कल्पितम् ।।

અર્થ:- મદિરા,માછલી અને પશુઓનું માંસ તથા દ્વિજાતીય નું બલીદાન આદિ ધૂર્તો (જુઠ્ઠા માણસો) દ્વારા યજ્ઞ માં પ્રવર્તિત થયું છે.વેદોમાં માંસનું વિધાન ક્યાંય નથી.(શાસ્ત્રમાં ‘અજ’ શબ્દ આવે છે તેનો અર્થ જૂના ચોખા થાય છે.પરંતુ ધૂર્તો એ તેનો અર્થ બકરો કરી વૈદિક ધર્મ થી વિપરીત કાર્ય કર્યું છે.)આવા યજ્ઞો પુણ્યની બદલે પાપ બંધ કરાવે છે.