ગાંધીજીને મળવા એક વકીલ

ગાંધીજીને મળવા એક વકીલ

ગાંધીજીને મળવા એક વકીલ

ગાંધીજીને મળવા એક વકીલ આવેલા. ખબર પડી કે ગાંધીજી પ્રાર્થના કરી રહ્યા છે હમણાં કોઈને મળશે નહીં.

વકીલને થયું પાંચ દસ મીનીટમાં પ્રાર્થના થઈ જશે પણ પૂરો કલાક થયો. વકીલ અકળાયો. ગાંધીજી મળ્યા એટલે કહ્યું: મહાત્માજી ,, આપ દેશને સ્વતંત્ર બનાવવાનું મોટું કાર્ય લઈને બેઠા છો, કેટકેટલા મળવા આવે, કેટલા પત્રોના જવાબ આપવાના હોય, આટલી બધી વ્યસ્તતા વચ્ચે કલાક કલાક પ્રાર્થનામાં બગાડો તે યોગ્ય ન કહેવાય ! પ્રાર્થના કરવાથી શું મળી શકે ? ગાંધીજી કહે: વકીલ , તમે પણ વ્યસ્ત જ રહેતા હશો.

ચોક્કસ મારે પણ, કોર્ટમાં અનેક કેસો હોય.. હું અતિવ્યસ્ત રહું છું.

વકીલ મહાશય, તમે રોજ ત્રણ વખત જમવામાં સમય શા માટે બગાડો છો? ભોજનની શી જરૂર છે?

અરે!! ભોજન વિના તો શરીર કામ જ ન આપે.

ભોજન શરીરનો ખોરાક છે તો પ્રાર્થના મનનો ખોરાક છે. પ્રાર્થનાથી આત્માનું સૌદર્ય ખીલે છે.