કરુણા

કરુણા

કરુણા

અમૃતલાલ વિઠ્ઠલદાસ ‘ઠક્કર બાપા’ તરીકે જાણીતા થયા.

અત્યંત ગરીબી માં ઉછરેલા અમૃતલાલ તેજસ્વી છાત્ર હતા.એન્જીનીયર બની મુંબઈ મ્યુનિ.માં નોકરીએ જોડાયા.

મુંબઈનો કચરો જ્યાં એકઠો થાય ત્યાં ‘લાઈટ રેલવે’ મા નિરીક્ષક તરીકે કામ કરતાં સફાઈ કામદારોના જીવનમાં ડોકિયું કરવાનું થયું. એ લોકોની વસાહતોની ગંદકી , રોગચાળો ,ગરીબી આ બધું જોયા પછી એમના માટે કશુંક કરવાનું મન થયું.મનોમંથન કરી તા.૨૫-૦૧-૧૯૧૪ના નોકરી છોડી દીધી. અને ‘સર્વનટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટી’ માં જોડાઈ ગયા.

એ પછી મથુરામાં દુષ્કાળ રાહતની કામગીરીમાં જોડાયા. ખંત અને નિષ્ઠાના કારણે એમનાં કામો દીપવા લાગ્યાં.સને ૧૯૧૮માં પંચમહાલમાં દુષ્કાળ રાહતકાર્ય કર્યું.

આદિવાસીઓના જીવનને નજીકથી જોયું.ગાંધીજીએ ‘ભીલસેવા મંડળ’નિ સ્થાપના કરી એની જવાબદારી એમને ભળાવી.તેઓ ‘ઠક્કરબાપા’ તરીકે જાણીતા થયાં.

હ્રદયની કોમળતા બહુ મોટી વસ્તુ છે. કઠોર હ્રદયમાં ધર્મ અકુંરિત થતો નથી.