અહિંસા – નામરદાઈ માટે કોઈ આવરણ નથી સોર્સ :મો.ક. ગાંધી ( યંગ ઇંડિયા, ૧૨.૮.૧૯૨૬, પૃ. ૨૮૫ )

અહિંસા – નામરદાઈ માટે કોઈ આવરણ નથી સોર્સ :મો.ક. ગાંધી ( યંગ ઇંડિયા, ૧૨.૮.૧૯૨૬, પૃ. ૨૮૫ )

અહિંસા – નામરદાઈ માટે કોઈ આવરણ નથી સોર્સ :મો.ક. ગાંધી ( યંગ ઇંડિયા, ૧૨.૮.૧૯૨૬, પૃ. ૨૮૫ )

અહિંસા એ કાયરતા છુપાવવાનું ઢાંકણ નથી, એ તો વીરોનું ભૂષણ છે. અહિંસાપાલનમાં તલવાર ચલાવવા કરતાં ઘણી વધારે વીરતાની જરૂર છે. અહિંસા સાથે કાયરતાનો જરાયે મેળ ખાય એમ નથી. તલવાર ચલાવવામાં કુશળ માણસ અહિંસક બને એ શક્ય છે અને કેટલીક વાર એ ફેરફાર સહેલો હોય છે.બદલો લેવા કરતાં ક્ષમા ઉત્તમ વસ્તુ છે. બદલો લેવો એ પણ નબળાઈ છે. બદલો લેવાની ઈચ્છા, સાચી કે કાલ્પનિક હાનિ પહોંચવાના ડરમાંથી પેદા થાય છે. સૂર્ય પોતાની તરફ ધૂળ ઉડાડનાર બાળકો પર વેર નથી વાળતો. એમ કરવામાં તેઓ પોતાને જ હાનિ પહોંચાડે છે.