જીવદયાપ્રેમીઓ સાવધાન

જીવદયાપ્રેમીઓ સાવધાન

જીવદયાપ્રેમીઓ સાવધાન

જન્મદિન /મરણદિન વગેરે પ્રસંગે આપણે પૈસા આપી કતલખાને (મંડીબજાર)થી પશુઓ છોડવીએ છીએ એ જીવદયા છે કે પછી જીવહિંસાને પ્રોત્સાહન છે તેનો નિર્ણય દરેક જીવદયાપ્રેમીએ જાતે જ કરવાનો રહેશે.. હાલમાં અનેક ગૃપો-મંડળો –સંસ્થાઓ દ્રારા જાનના જોખમે, માથે કફનબાંધી હાઇવે ઉપરથી પશુઓ ભરેલી ટ્રકો પકડવામાં આવે છે. પોલીસની સહાય, કોર્ટકેસ વગેરે રીતે આમાથી સો એ સો ટકા પશુઓ બચાવી લેવાય છે. પરંતુ પોલીસની સહાય તેનું સન્માન,  કોર્ટના ખર્ચા વગેરેનો હિસાબ કરતાં વધુમાં વધુ ૧૨૦૦ રૂ થી ૧૩૦૦ રૂ માં સરેરાશ પશુ છૂટી જાય છે, જે કસાઈખાને અપાતી કિમત કરતાં અડધી કિમત થઈ વળી ત્યાં તો બધા જ રૃપિયા કસાઈને આપવાના જ્યારે અહીના રૂપિયા પોલીસ- કોર્ટ વગેરેમાં જાય. હા…..તમારે દાનવીરે  તો કયાય જવાનું જ નથી માત્ર વિવેકપૂર્વક યોગ્યવિચાર કરી યોગ્યસ્થાને તમારા દાનનો પ્રવાહ વાળવાનો છે.